505
૫૦૫ - બાળપ્રેમી ઈસુ
| ૧ | પ્રભુ ઈસુ સર્વનો રખવાળ, ચાહે આખા જગનાં બાળ; |
| રંગ રંગના સઘળાં બાળ, દરેકની તે લે સંભાળ. | |
| ૨ | માંદાં, ભૂખ્યાં કે લાચાર, શોધી સૌને દે આધાર; |
| તેડે સૌને પોતા પાસ, આશિષો દેવાનો ખાસ. | |
| ૩ | લઈ ખોળે દર્શાવે પ્રેમ, દુ:ખીઓને રાખે ક્ષેમ; |
| આવે જેઓ ઈસુ પાસ, પામે સુખ ને સ્વર્ગવાસ. | |
| ૪ | અપરાધોની માફી થાય, શેતાન ઉપર જીત પમાય; |
| કોઈ કશાની રે' નહિ બીક, વાધે ગુણ ને શકિત અધિક. |