221
૨૨૧ - બાઈબલનાં વચનો
| થાટ ભૈરવી. માલકોષ. તીન તાલ | |
| કર્તા: | જયવંતીબહેન જે. ચૌહાન. |
| ટેક: | વંદન, પ્રભુજી, હોજો અમારાં, આપ્યાં અદ્ભુત વચનો તમારાં. |
| ૧ | વચન તમારાં દીવડા સમ જે, |
| જીવનકેરો પથ અજવાળે; | |
| હરર્દમ જ્યોતિ ઉર ઉજાળે, | |
| પ્રભુજી, પ્રભુજી, હોજો અમારાં. | |
| ૨ | મધુકોષ કરતાં અતિ મધુરાં, |
| લાગે દિલને તે સુન્યારાં; | |
| સ્વાદ સદાયે માણો, પ્યારાં, | |
| પ્રભુજી, પ્રભુજી, હોજો અમારાં. | |
| ર | કંચન કરતાં કિંમતવાળાં, |
| રૂપા કરતાં શાં વઢિયાળાં; | |
| મૂલવો, રે સૌ, આ મૂલવાળાં, | |
| પ્રભુજી પ્રભુજી, હોજો અમારાં. | |
| ૩ | આત્મા કેરી આ છે તલવાર, |
| જીવન જંગે વિજય દેનાર; | |
| રક્ષણ દે એ વાટ બતાવનાર, | |
| પ્રભુજી પ્રભુજી, હોજો અમારાં. |