353

Revision as of 19:31, 2 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૫૩ - પ્રભુ ઈસુ પર પ્રેમ == {| |+૩૫૩ - પ્રભુ ઈસુ પર પ્રેમ |- |૧ |હે ઈસુ, તું ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૫૩ - પ્રભુ ઈસુ પર પ્રેમ

૩૫૩ - પ્રભુ ઈસુ પર પ્રેમ
હે ઈસુ, તું મારો, હું પ્રીતિ કરું, ને પાપોના મોહ સંધા દૂર ધરું
ઉગાર્યો મને તેં, હે ત્રાતા કૃપાળ, રે ઈસુ દયાળુ, મુજ પ્રીતિ છે હાલ
તુજ પ્રીતિ નિહાળી હું કરું છું પ્રીત, હું માટે મરીને થયો પ્રાયશ્વિત્ત;
શિરે ધર્યો શૂળનો તાજ તે કાળ, રે ઈસુ દયાળુ, મુજ પ્રીતિ છે હાલ.
હું જીવું કે મરું તુજ પ્રીતિ કરું, સ્તવું તને જ્યાં સુધી શ્વાસ ધરું
મરણસમે વળે શીત કપાળ, રે ઈસુ દયાળુ, મુજ પ્રીતિ છે હાલ
વ્યોમે મહાનંદી ઉલ્લાસ છે જ્યાં, રહી સદા તેજસ્વી સ્વર્ગમાં ત્યાં
સ્વર્ગીય ગીત ગાતાં હું કહીશ તે કાળ, રે ઈસુ દયાળુ, મુજ પ્રીતિ છે હાલ