305
૩૦૫ - ઈસુની શીખવેલી પ્રાર્થના
| ૧ | અમારા પિતા ઈશ આકાશવાદી, સદા નામ તારું મનાજો પ્રકાશી; |
| વળી રાજ તારું અહીં તો સ્થપાએ, અને જેમ આકાશમાં તેમ થાઓ. | |
| ૨ | સદા રાજ આ ભૂતળે આપ સ્થાપો, અને રોટલી રોજની આજ આપો; |
| અમારા ઋણીને અમે માફ દૌએ, સદા એમ તુંથી અમે માફ લૈએ. | |
| ૩ | પરીક્ષા તણા હાલમાં ના જ નાખો, અને દુષ્ટથી છોડવી, દેવ, રાખો; |
| સદા રાજ, સામર્થ્ય, ને માન તારાં, તને સ્તુતિ આમીન પોં'ચો અમારાં |