|
|
૮, ૬ સ્વરો
|
|
|
"All hail the power of Jesus name!"
|
| Tune:
|
Miles lane* C.M.
|
| કર્તા:
|
એડવર્ડ પરોનેટ
|
|
|
૧૭૨૬-૯૨
|
| અનુ. :
|
હરખાજી કેશવજીભાઈ
|
| ૧
|
ઇસુના નામને દો મહિમા,ને દૂતો લાગો પાય;
|
|
|
રાજમુગટ લઈ આવો બધા,
|
|
|
ને માનો, માનો, માનો, તેને માનો રાય.
|
| ૨
|
આવો, સર્વ ઓ શહીદો, બોલો જે વેદી માંય;
|
|
|
દાઉદના સુતને સ્તવન દો,
|
|
|
ને માનો, માનો, માનો, તેને માનો રાય.
|
| ૩
|
ઈગ્રાએલ, તમે પસંદ જાત, નિર્બળ ને નિરુપાય;
|
|
|
કૃપાથી તે કરે નજાત,
|
|
|
ને માનો, માનો, માનો, તેને માનો રાય.
|
| ૪
|
હે પાપી ઓ, રાખો સ્મરણ, પાપ ફલેશ કેરું સદાય;
|
|
|
વિજય લાવો તેને ચરણ,
|
|
|
ને માનો, માનો, માનો, તેને માનો રાય.
|
| ૫
|
સર્વ લોકો જે આદમસુત, વસો જે આ જગમાંય;
|
|
|
આવીને કરો તેની સ્તુત,
|
|
|
ને માનો, માનો, માનો, તેને માનો રાય.
|
| ૬
|
આવો, નમીએ તેને પાય, સંઘાતે અમુદાય;
|
|
|
લઈને ભાગ સ્તવતોની માંય,
|
|
|
ને માનો, માનો, માનો, તેને માનો રાય.
|