158
૧૫૮ - જ્ય પ્રભુ ઈસુ સ્વામી
| ટેક: | જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ સ્વાની. |
| ૧ | જય જગત્રાતા, જય સુખદાતા, જય જય પ્રભુ, અનુપામી. |
| ૨ | જય ભયભંજન, જય જનરંજન, જય પુરણ સતકામી. |
| ૩ | પાપતિમિર ધન નાશક તમે છો, ધર્મ દિવાકર નામી. |
| ૪ | કલિમલ દૂષણ હરતા તમે છો, સંકટ વાટ સહગામી. |
| ૫ | નરતન ધરી લીધો અવતાર, તજી સુંદર દિવ્ય ધાની. |
| ૬ | દઈ નિજ પ્રાણ ઉગારી લીધા તમે પાપીઓ બહુ દુષ્કામી. |