91

Revision as of 07:09, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૯૧ - પરમ ઊંચામાં હોસાના== {| |+૯૧ - પરમ ઊંચામાં હોસાના |- |કર્તા : |જયવંતીબ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૯૧ - પરમ ઊંચામાં હોસાના

૯૧ - પરમ ઊંચામાં હોસાના
કર્તા : જયવંતીબહેન જે. ચૌહાન
પરમ ઊંચામાં હોસાના, હોસાના, હોસાના,
શાલે નગરીના ઓ રાજન, હોજો તમને હોસાના,
દાઊદ કેરા સુત, તમને હોજો જય જય હોસાના,
આજ હરખથી સહુ પોકારે,
જયનાં સ્તોત્રો સૌ લલકારે,
જય જય હોસાના (૩)...હોસાના....
રાજાધિરાજાના રાજા, હોસાના, હોસાના,
અવનિ આકાશે સ્વાગત હો, હોસાના, હોસાના,
મનમંદિરીએ આજ પધારો, હોજો જય જય હોસાના,
આજ હૈયાં હર્ષે હેલે,
રાજન આવે મનના મહેલે,
જય જય હોસાના (૩)...હોસાના....