83

Revision as of 06:42, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૮૩ - પ્રભુ ઈસુનો પ્રેમ== {| |+૮૩ - પ્રભુ ઈસુનો પ્રેમ |- | |૮,૬ સ્વરો |- | |"O my Saviour, T...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૮૩ - પ્રભુ ઈસુનો પ્રેમ

૮૩ - પ્રભુ ઈસુનો પ્રેમ
૮,૬ સ્વરો
"O my Saviour, Thy love"
અનુ. : જે. વી. એસ. ટેલર.
હે મારા તારનાર, તારો પ્રેમ છે પૂરો, છે અમર,
તેં પ્રેમ અપાર, અનંત, અચળ, દેખાડ્યો મારા પર;
હું મારું મન ને મારું ધન, જે હોય મારી કને,
ને મારો જીવ ને મનનો ભાવ, સહુ સોંપું છું તને.
પરાત્પરની જે યોગ્યતા હું તારામાં દેખું,
હું તેના ઉપર ધ્યાન ધરી સહુ ભરોસો ટેકું;
શરમનો પણ જે મરણસ્તંભ તેં રાજીથી સહ્યો,
તે સંભારી મારો સાત્મા પ્રેમે ભરપૂર થયો.
પરાત્પર દેવના રૂપમાં તું આકાશમાં પહેરતો તાજ,
ને તારા બળથી સૃષ્ટિનું તું સહુ ચલાવતો કાજ;
પણ આકાશ મૂકી પૃથ્વી પર તેં માણસરૂપ ધર્યું,
ને માણસજાતનાં દુ:ખ સહી મોટું રક્ષણ કર્યું.
બધી વાતોમાં માણસ થઈ તેં લીધો પાપનો શાપ,
પણ એક જ વાતમાં ફેર હતો, કે નો'તું તુંમા પાપ;
તેં તાજ મૂકીને શાપ લીધો, કે માણસ પામે ગુણ,
જેમ હતો દૂર તેમ પાસે થાય, ને પાપને કાઢે પુણ.