255
૨૫૫ - સુવાર્તા
| ચોપાઈ | |
| "Tell me the old, old story" | |
| કર્તા: વિલ્યમ એચ. પામર, | |
| ૧૮૪૫-૧૯૨૯ | |
| અનુ. : જે. વી. એસ. ટેલર | |
| ૧ | વાત પુરાતન કાળ તણી જે તે મુજને સુણાવો; |
| સ્વર્ગમાં જે અણદીઠ રહેલું તે મુજને સમજાવો. | |
| ૨ | ઈસુની હું વાત ચહું છું, ને તેના મહિમાની; |
| ઈસુની રે વાત જણાવો, ને નિજ પ્રેમ ઘણાની. | |
| ૩ | નાના બાળકને જ્યમ કહેશો, સુલભ કરીને બોલો, |
| કાંકે હું છું નિર્બળ, થાક્યો, અનાથ, મેલો, ભોળો. | |
| ૪ | ધીરેથી તો વાર્તા કહેજો, કે મુજથી સમજાશે, |
| કે ક્યમ અચરત પાપનિવારણ ઈશ્વર રીતે થાશે. | |
| ૫ | ફરી ફરી તે વાર્તા કહેજો, ભૂલું છું બહુ વે'લો; |
| લોપ થયું બળ જુવાનીનું, વખત થયો છે છેલ્લો. | |
| ૬ | ધીમેથી તે વાર્તા કહેજો, સ્વર ગંભીર કરીને; |
| જેને તારવા ઈસુ આવ્યો તે હું છું જાણીને. | |
| ૭ | ફરી ફરી તે વાર્તા કહેજો જો તમ ઈચ્છા એવી, |
| કે દુ:ખ વેળા ને ગભરાટે મુજને ધીરજ દેવી. | |
| ૮ | તે ને તે જ પુરાતન વાર્તા દયા કરીને કહેજો; |
| જે જે વારે મુજ ગમ જોતાં તમને બીક થશે તો. | |
| ૯ | કે આ જગનો ઠાલો મહિમા મુજ પર જોર કરે છે, |
| તે આત્માની હાનિ કરતાં જૂઠે મોહી લે છે. | |
| ૧૦ | હા, ને જ્યારે સ્વર્ગી મહિમા ઉદય થતો દેખાશે, |
| ત્યારે પૂરું હેત કરીને ઊભાં રહેતાં પાસે. | |
| ૧૧ | તે ને તે જ પુરાતન વાર્તા મુજ કાને તો કહેજો, |
| કે "ઈસુથી શુદ્ધ થશે તું," એમ દિલાસો દેજો. |
Phonetic English
| Chopaai | |
| "Tell me the old, old story" | |
| Karta: William H. Palmer, | |
| 1845-1929 | |
| Anu. : J. V. S. Tailor | |
| 1 | Vaat puraatan kaahd tahni je te mujane sunaavo; |
| Svargama je ahnadeeth rahelu te mujane samajaavo. | |
| 2 | Isuni hun vaat chahu chhu, ne tena mahimaani; |
| Isuni re vaat jahnaavo, ne nij prem ghahnaani. | |
| 3 | Naana baahdakne jyam kahesho, sulabh kareene bolo, |
| Kaanke hu chhu nirbal, thaakyo, anaath, melo, bholo. | |
| 4 | Dheerethi to vaarta kahejo, ke mujathi samajaashe, |
| Ke kyam acharat paapanivaaran Ishvar reete thaashe. | |
| 5 | Phari phari te vaarta kahejo, bhoolu chhu bahu ve'lo; |
| Lop thayu bahd juvaaneenu, vakhat thayo chhe chhello. | |
| 6 | Dheemethi te vaarta kahejo, svar gambheer kareene; |
| Jene taarava Isu aavyo te hu chhu jaaneene. | |
| 7 | Phari phari te vaarta kahejo jo tam ichchha evi, |
| Ke dukh vehda ne gabharaate mujane dheeraj devi. | |
| 8 | Te ne te ja puraatan vaarta daya kareene kahejo; |
| Je je vaare muj gam jota tamane beek thashe to. | |
| 9 | Ke aa jagano thaalo mahima muj par jor kare chhe, |
| Te aatmaani haani karata joothe mohi le chhe. | |
| 10 | Ha, ne jyaare svargi mahima uday thato dekhaashe, |
| Tyaare pooru het kareene ubhaa raheta paase. | |
| 11 | Te ne te ja puraatan vaarta muj kaane to kahejo, |
| Ke "Isuthi shuddh thashe tu," em dilaaso dejo. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| Chopai | |
| "Tell me the old, old story" | |
| Kartaa: વિલ્યમ એચ. પામર, | |
| ૧૮૪૫-૧૯૨૯ | |
| અનુ. : જે. વી. એસ. ટેલર | |
| ૧ | Tell me the story of ancient times; |
| Explain to me what was unseen in heaven. | |
| ૨ | I desire the story of Jesus, and of His glory; |
| Tell the story of Jesus, and of His great love. | |
| ૩ | Speak simply, as you would tell a little child, |
| For I am weak, weary, helpless, stained, and simple. | |
| ૪ | Tell the story slowly, so that I may understand, |
| How the wondrous removal of sin is accomplished by God. | |
| ૫ | Tell that story again and again, for I forget very often; |
| The strength of youth has faded, and the final time has come. | |
| ૬ | Tell that story gently, in a solemn voice; |
| Knowing that I am the one whom Jesus came to save. | |
| ૭ | Tell that story again and again if such is your desire, |
| That in times of sorrow and fear you may give me courage. | |
| ૮ | Tell that same old story with mercy; |
| Whenever you see my grief and are afraid. | |
| ૯ | For the empty glory of this world presses hard upon me, |
| And by harming the soul it falsely entices me. | |
| ૧૦ | Yes, and when heavenly glory is seen rising, |
| Then stand near me with perfect love. | |
| ૧૧ | Tell that same old story into my ears, |
| And give me comfort, saying, "You shall be made pure by Jesus." |
Image
Image
Media - Hymn Tune : Evangel
Media - Composition By : Late Mr. ManuBhai Rathod - Sung By Mr.Samuel Macwan