100
૧૦૦ - તારણસાધક વધસ્તંભ
| કર્તા : | રેવ.એમ.વી.મેકવાન |
| ૧ | અરે ! આ સ્તંભની પાસે, મસીહનાં આ વગોણાં શાં? |
| નર્યો ધિક્કાર ને નિંદા ! અરિનાં ક્રૂર મે'ણાં શાં? | |
| ૨ | અરિના ક્રૂર ઠઠ્ઠાની, સખત વરસી રહી ઝડીઓ ! |
| જીવનના નાથને થંભે, ખીલાની વજ્ર સમ કડીઓ ! | |
| ૩ | "બચાવ્યા અન્યને એણે," અરિનું એ કથન સાચું ! |
| છતાં નિજને બચાવ્યો ના, ખરે ! એ પણ તદ્દન સાચું ! | |
| ૪ | બચાવ્યો હોત પોતાને, પ્રભુએ થંભ વિદારી ! |
| બચી ના હોત આ દુનિયા, નરકના દંડથી ભારી ! | |
| ૫ | થયો ના હોત જો દુ:ખી, દરદનો ભોમિયો ત્રાતા ! |
| દરદ ને દુ:ખ દુનિયાનાં, કહો, શી રીતથી જાતાં? | |
| ૬ | લીધું મૃત્યુ વધાવીને ! જીવન-અમૃત વહાવીને ! |
| ઊઠયો છે ઘોરથી ત્રાતા, અરિ સહુને નમાવીને ! |
Phonetic English
| 1 | Are ! Aa stambhni paase, masihanaa aa vagonaa shaa? |
| Naryo dhikkaar ne nindaa ! Arinaa krrur me'naa shaa? | |
| 2 | Arinaa krrur thaththaani, sakhat varasi rahi jhadio ! |
| Jeevananaa naathane thambhe, khilaani vajra sam kadio ! | |
| 3 | "Bachaavyaa anyane aene," Arinu ae kathan saachu ! |
| Chataa nijane bachaavyo naa, khare ! Ae pan taddana saachu ! | |
| 4 | Bachaavyo hot potaane, prabhuae thambh vidaari ! |
| Bachi naa hot aa duniyaa, narakanaa dandathi bhaari ! | |
| 5 | Thayo naa hot jo dukhi, daradano bhomiyo traataa ! |
| Darad ne dukh duniyaanaa, kaho, shi ritathi jaataa? | |
| 6 | Lidhu mrutyu vadhaavine ! Jeevan-amrut vahaavine ! |
| Uthyo che ghorathi traataa, ari sahune namaavine ! |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| કર્તા : | રેવ.એમ.વી.મેકવાન |
| ૧ | Ah! Beside this cross, what are these reproaches of the Messiah? |
| Nothing but reproach and scorn! what are these cruel taunts of the foe? | |
| ૨ | Showers of the enemy's cruel mockery are falling hard! |
| Upon the Lord of life on the cross, chains of nails hard as thunderbolts! | |
| ૩ | "He saved others," that saying of the foe is true! |
| Yet He did not save Himself, truly! that too is entirely true! | |
| ૪ | Had the Lord saved Himself, tearing apart the cross! |
| This world would not have been saved from the heavy punishment of hell! | |
| ૫ | If the Savior, the knower of pain, had not become sorrowful! |
| Then tell, by what way would the pain and sorrow of the world have gone? | |
| ૬ | He embraced death! and poured out the nectar of life! |
| The Savior has risen from the deep darkness, having subdued all foes! |
Image
Media - Traditional Tune - Gazal - By Nelson R Christian
Media - Composition By : Ms. Tejal ManuBhai Rathod , Sung By : Mr. Robin Manubhai Rathod , Raag : Yaman
Chords
F# C# F# ૧ અરે ! આ સ્તંભની પાસે, મસીહનાં આ વગોણાં શાં? F# C# F# નર્યો ધિક્કાર ને નિંદા ! અરિનાં ક્રૂર મે'ણાં શાં? F# D#m C# F# ૨ અરિના ક્રૂર ઠઠ્ઠાની, સખત વરસી રહી ઝડીઓ ! F# C# F# જીવનના નાથને થંભે, ખીલાની વજ્ર સમ કડીઓ !