SA417

Revision as of 23:17, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA417)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આવ, સર્વસમર્થ ભૂપ, ગાવા તુજ નામ અનુપ;

સા'ય અમને આપ.
પિતા, તું મહિમાવાન, સર્વ ઉપર જયવાન,
આવ, રાજા સ્તુતિમાન, રાજ કર અમ પર !

શબ્દ-સદેહ, તું આવ, તુજ સામર્થ્ય જણાવ,

સાંભળ અમ પ્રાર્થ.
આવ, અમને આશિષ આપ, તારી વાત દિલમાં સ્થાપ;
હે ત્રાતા, તુજ પ્રેમ અમાપ, રહે અમો સાથ,

હે વિમળ સંબોધક, કર વાસ દિલમાં આ તક.

તું ઊતરી આવ.
તું શકિતમાન અપાર, રાજ કર સૌ દિલ મોઝાર.
હે આત્મા, બળ દેનાર, તુજ બળ પ્રગટાવ.

હે ત્રૈક ઇશ્વર મહાન, કરીએ તારાં વખાણ હર્ખે બધાં,

તુજ બાદશાહી દમામ, ને તુજ મહિમાવાન નામ,
ગાઇશું પ્રેમથી તમામ,સ્વર્ગે સદા.