SA339

Revision as of 22:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA339)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક : જગમાં માતૃશ્રીનો પ્યાર (૨) તે કેવો હશે રે,

બળો પ્રત્યે તેનાં વ્હાલ (૨) તે કેવો હશે રે.

સાખી ૧.બાળ ઉદાસી જોઇને મત ઘણી ગભરાય છે,

મીઠાં મીઠાં ભોજનો તજી દઇ, કડવાં ઓંસડો પી જાય છે.
માઠા સમાચાર જો સંભળાય, માનાં હૈયાં છૂટી જાય
-તે કેવાં

સાખી ૨. નવ, નવ માસ પેટે ધર્યો; જન્મતાં ભીનેથી લઇ સુકે કર્યો.

ભૂખ, દુઃખ, ઊંઘ, ઉજાગરા, વેઠી વેઠીને મોટો કર્યો;
તારા પ્રેમ તણો નહિ પાર, દુનિયા માંહે નહિ મળનાર
-તે કેવાં.

સાખી ૩. ધન મળે કીર્તિ મળે, લક્ષ્મી ગએલી સાંપડે,

સગાં સહોદર સહું મળે, જનનીની જોડ ન મળે;
ક્યાં ક્યાં ગાઉ આ ઉપકાર , માતાના અગણિત આભાર