SA294
| ટેક - ફોજની સ્થાપન કરેલી રે જુઓ ધજા છે પેલી, મનડું મોહિત કરનારી રે, જગમાં ઊડે અલબેલી. | |
| ૧ | આપણી ધજામાં ખૂબી છે કેવી ? રંગ ઞણેની બનેલી રે જગમાં ઊડે અલબેલી. |
| ૨ | લાલ નિશાની તે લોહીની ધારો, ગલગથા ઉપર રેડેલી રે જગમાં ઊડે અલબેલી. |
| ૩ | પીળી નિશાની તે આગની ધારો, સંતો ઉપર ઉતરેલી રે જગમાં ઊડે અલબેલી. |
| ૪ | આસમાની રંગમાં નિર્મળતા પૂરી, ચોખ્ખાઇ જેમાં ભરેલી રે જગમાં ઊડે અલબેલી. |
| ૫ | વાંસડો તે તો સ્થિરતાને જાણેા, સાથે તેની જોડેલી રે, જગમાં ઊડે અલબેલી. |