SA243

Revision as of 22:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA243)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હું અચસ્ત પામીને ઉભો છું, જોઇને પ્રીત સાગર વિશાળ,

ને શાંતિની લહેર તે પર થઇ, મન મારામાં આવે છે હાલ.
ટેક : પાપ મારાં સ્તંભ તળે ઢંકાય છે, ઉલ્લંઘન છે લોહી નીચે
ઇસુ પર છે પૂરો ભરોસો, દેવ ઇચ્છા જ મારી ઇચ્છા છે.

હું મનમાં સાફ થવા તરફડયો, માગીને પવિત્રાઈનું દાન,

પણ તરફડાટ જયારે બંધ કર્યો, ખ્રિસ્તે દીધી શાંતિ મહાન.

ઇસુએ મારો રોગ મટાડયો, કહીને કે તું સાજો થા,

હું તેના શુદ્ધ ઝભ્ભાને અડકયો, ને શાંતિ આવી મારામાં.

મજ શાંતિનો સરદાર આવે છે, તે મજ પર મલકાવે છે મોં;

તે પ્રેમ થકી હાલ મને કહે છે, મજ શાંતિ પામીને શાંત હો!