SA198

Revision as of 22:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA198)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક : પ્રભુ મને તેડો રે તમારે દ્વાર,
રમણીય કેવા માંડવા તારા, સેન્યોના રે સરદાર,

તેજ઼઼-કિરણના અંબાર ઝગે જ્યાં, તારા મંદિરયાને દ્વાર. પ્રભુ.

પલ પલ તલપે મનડું રે મારું, પ્રભુ ઘરના અભિલાખ,

હૈયુંય હરખે, કાયાય મલકે, મંદિરિયે જો મને રાખ.. પ્રભુ.

ચલ્લીને ઘર જો, અબાલીલને માળો, રક્ષવા નિજ સંતાન,

ભલાં ભલા મારાં પ્રભુમંદિરિયાં. ગાઉં તૈ તારાગુણગાન.. પ્રભુ.

કોટિ રે દિનની જિંદગી ખોટી, વસું તુંજ દ્વારે જે વાર,

ધન ધન મારા ઇસુ મસિહા, સફળ કર્યોર સંસાર.. પ્રભુ.