SA107

Revision as of 23:16, 10 May 2024 by Gcfpon (talk | contribs) (SA107)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક - શું જગા ઇસુ રાય કાજ, વાણી જલ્દી સૂણ આજે,

હદય દ્વારને ખુલ્લા કર, તું તેને માંહે આવવા દે.

તુજ પાસ શં જગા ઇસુ કાજ, જેણે લીધો પાપનો ભાર;

પાપી શું અંતરમા લેશે, ઠોક હાલ તુજ હદય દ્વાર.

જગા છે મોજ મજા કાજે, જગા છે જગ કાર્યો કાજ,

પણ જગા નહી જણાએ, થંભે જડેલ ખ્રિસ્તને કાજ.

શું સમય છે ઇસુ કાજે, કૂપાથી તેડે આજે,

સ્વીકાર તણો સમય આજે, વાયદો થશે વ્યથઁ કાલે.

ઇસુને દો સમય, જગા દેવ કૂપા દિન જશે વહી;

હદય તમ તણાં થાય ઠંડા, પછી તારનાર વિનવે નહી.