SA300
Jump to navigation
Jump to search
| ટેક- આત્મિક શણગાર સજો વીરલા રે, એ છે હથિયારો વીરનાં. | |
| ૧ | સત્યે તમારી કમર બાંધો તો, વીરતાણું ખૂટે નીર ના રે. |
| ૨ | બખ્તર પહેરો ન્યાયીપણાનું, રક્ષે એ ભાગો શરીર ના રે. |
| ૩ | પહેરો પગરખાં શાંતિ તણાં તો, રણે હઠે કદી વીર ના રે. |
| ૪ | ઢાલ ધરી વિશ્વાસની સામે,ઝીલે ઘા તરવાર તીર ના રે. |
| ૫ | ટોપ તારણનો મસ્તકે મૂકો, કદી ઘવાએ શિર ના રે. |
| ૬ | આત્મા તણી તરવાર ધરો તો, દુશ્મન રણે રહે સ્થિર ના રે. |
| ૭ | લડો. પડો પણ લેશ ડરો નહિ, બેલી ઉભા પ્રભુ વીર ના રે. |