SA177
Jump to navigation
Jump to search
| ટેક : મેં તો ઇસુને તન ને મન સોંપી દીધાં જે થાય તે થાય. | |
| ૧ | પ્રથમ મનમાં બીક લાગે, લોકો મારા વિષે શું કહે ? વચન આપુંતો કેમ પળાય ? પણ ઇસુની વાત તો નહિ ટળાય. |
| ૨ | સગાં સ્નેહી જો તજે, પ્રભું મારો મિત્ર થશે, સંકટ આવે તો કરશે સહાય, મને નહિ મૂકે તે સદાય. |
| ૩ | પરીક્ષણ મજ પર જોર કરે, દેવ ત્યારે મને હાથ ધરે, મારાથી જે કરાવવા ચહાય, તે હું કરીશ ગમે તે થાય. |
| ૪ | ઇસુ મદદ કરશે ખચીત, પરીક્ષણ પર પમાડશે જીત, પાપોના જડનો કરશે ક્ષય, શેતાન પર આપશે પૂરો જય |