241
૨૪૧ - પ્રભુ ઈસુ રાજ કરશે
| ૮ સ્વરો | |
| "Jesus shall reign where’er the sun" | |
| Tune: | Duke Street o Warrington L.M. |
| કર્તા: | આઈઝેક વાઁટ્સ, |
| ૧૬૭૪-૧૭૪૮ | |
| અનુ. : | જે. એફ. સ્ટીલ |
| ૧ | પ્રકાશે સૂર્યકિરણ જ્યાં ઈસુનો અમલ થશે ત્યાં; |
| નાશ પામતાં સુધી સોમ, હમેશ રાજ તેનુમ્ વધશે દેશેદેશ. | |
| ૨ | તે માટે પ્રાર્થના થશે નિત, ફેલાવશે કીર્તિ ઘણાં ગીત; |
| સુગંધી તુલ્ય તેનું નામ, ઊડશે પરોઢિયો સૌ ઠામ. | |
| ૩ | પ્રેમ તેનો સ્તવી મહિમાવાન સૌ દેશની પ્રજા કરશે ગાન; |
| ને કોમન બાળો કાઢી સૂર ગુણ ગાશે ઈશુના મધુર. | |
| ૪ | રાજ તેનું અતિ આશિષયુકત, થાય તેમાં બંધનમુકત; |
| લે આરામ સદા શ્રમિત જન, ને કંગાળ પામે પુષ્કલળ અન્ન. | |
| ૫ | તેને ભૂપ માની શક્તિમાન, સૌ પ્રાણી, આપો ઉત્તમ માન; |
| દૂત આભે ઊડતાં સ્તવન ગાય, " આમેન" થી ભૂતળ ગાજતું થાય. |