500
૫૦૦ - અંગોનો ખરો ઉપયોગ
| ૧ | નાના હાથો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ? |
| દીનોને દઈ શકે સહાય, હાથોથી એવી સેવા થાય, | |
| પ્રભુ, એ કૃપા આપ. | |
| ૨ | નાના હોઠો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ? |
| સ્તુતિ ને પ્રાર્થના થઈ શકે, માયાળુ વાતો કહી શકે, | |
| પ્રભુ, એ કૃપા આપ. | |
| ૩ | નાના હોઠો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ? |
| તે વાંચે વાતો દેવતણી ને તાકે સ્વર્ગની ભણી, | |
| પ્રભુ, એ કૃપા આપ. | |
| ૪ | નાનું હૈયું શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ? |
| પ્રભુ, તું આત્મા આપ અમને, કે ચાહીએ પિતા, તુજને, | |
| પ્રભુ, એ કૃપા આપ. |