473
૪૭૩ - પ્રાર્થના
| દોહરા | |
| કર્તા: થોમાભાઈ પાથાભાઈ | |
| ૧ | જુવાનીના કાળમાં, ઈશ્વર, રે' મુજ પાસ; |
| સર્વ વિષયો દુષ્ટના તું કર પૂરો નાશ. | |
| જુવાનીમાં તું તણી મુજથી સેવ કરાય, | |
| મોત લગી નિભાવતાં તારો બોધ મનાય. | |
| ૨ | કાં કે મુજબે દુષ્ટ તો લલચાવે દિન રાત, |
| સતને નિત્ય દબાવતાં કરવા મારો ઘાત; | |
| પણ, હે ઈસુ નાથ, તું અનાથનો થા નાથ, | |
| વેરીને વણસાડવા કરજે લાંબો હાથ. | |
| ૩ | કાં કે તુંથી દુષ્ટ તો પામે પૂરો ત્રાસ, |
| માટે રે' મુજ પાસ તું સેવ કરું જગવાસ. | |
| પ્રૌઢ અને જુવાનને વૈરીથી છોડાવ, | |
| તારા સર્વ હુકમો મારી પાસ પળાવ. |