468

From Bhajan Sangrah
Revision as of 02:00, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૬૮ - સુવાર્તા == {| |+૪૬૮ - સુવાર્તા |- | |ગઝલ |- | |કર્તા: સુરેન્દ્ર આસ્થાવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૬૮ - સુવાર્તા

૪૬૮ - સુવાર્તા
ગઝલ
કર્તા: સુરેન્દ્ર આસ્થાવાદી
સુવાર્તા દેવની વાણી, ઈસુના થંભમાં જાણી,
પ્રભુના પ્રેમની લ્હાણી, તૃષિત આત્માતણું પાણી;
સુવાર્તા માર્ગનું ભાથું, પતિતનું ત્રાણ એ પાકું,
અમોલું રત્ન એ સાચું, સુવાર્તા સ્વર્ગનું નાકું.
સુવાર્તા ભવ્ય આદેશો, પ્રભુનો દિવ્ય સંદેશો,
સુવાર્તા ટાળશે દ્વેષો અને સંહારશે ફલેશો;
સુવાર્તા સત્યની ખાતરી પ્રભુભક્તો તણી સાક્ષી;
સુવાર્તા મોક્ષની ખાતરી અજાણ્યા સ્વર્ગની સાક્ષી.
સુવાર્તા વિશ્વની શાંતિ, સુવાર્તા મિષ્ટ વિશ્રાંતિ,
જીવનમાં લાવશે ક્રાંતિ, સુવાર્તા ટાળશે ભ્રાંતિ;
સુવાર્તા દિવ્ય આત્માની કૃપાની પ્રેમની વૃષ્ટિ,
ઈસુની એ અજબ વાણી, સુવાર્તાથી ભરો સૃષ્ટિ.