466
૪૬૬ - તારણહારનો જન્મ
| ૧ | ગૌરવી રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો, |
| વિજયી રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો, | |
| ૨ | દૂતો નિહાળી ચમક્યા અહીરો, બીહો મા જનમ્યો ત્રાતા અમારો, |
| આકાશી રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો. | |
| ૩ | સિતારો નીરખી પૂર્વ દિશામાં, સિધાવે માગી ભજે મસીહા, |
| બાળ એ રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો, | |
| ૪ | પરમ ઊંચામાં પ્રભુને મહિમા શાંતિ થાઓ આજે આલમમાં, |
| ધન્ય એ રાજા, ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો. | |
| ૫ | આશા અમારી, અંતર આવો, તિમિર હટાવી જ્યોતિ જલાવો, |
| જીવનદાતા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો. |