129
૧૨૯ - બોલો જય
કર્તા: | જયવંતીબહેન જે ચૌહાન |
ટેક : | બોલો જય ઈસુની, બોલો જય મસીહાની, |
જય જય નાદ ઉચ્ચારી, જયના નાદ પોકારી.... બોલો. | |
૧ | પ્રગટી આજ ઉત્થાનની નભે સુનેરી, |
વિજયી વધાઈની, સુવાર્તા આ અનેરી... બોલો. | |
૨ | ધરણી ધણણણ ધ્રુજી, ચોકી વ્યર્થ થઈ ગઈ, |
કબર ખૂલી થઈ ગઈ, શિલા પણ ખસી ગઈ.... બોલો. | |
૩ | મૃત્યુ, ડંખ ક્યાં તારો? મૃત્યુ, ક્યાં વિજય તારો? |
મૃત્યુ પર વિજય કેરો, સંદેશો, મસીહ મારો.... બોલો. | |
૪ | તિમિર ટાળી પાપોનાં, અજવાળાં રેલાયાં, |
બંધન સહુ પાપોનાં, ઉત્થાન માંહે કપાયં.... બોલો. |
Phonetic English
Kartaa: | Jayvantibahen J Chauhaan |
Tek : | Bolo jay Isuni, bolo jay masihaani, |
Jay Jay naad uchchaari, jaynaa naad pokaari.... Bolo. | |
1 | Pragati aaj utthaanani nabhe suneri, |
Vijayi vadhaaini, suvaartaa aa aneri... Bolo. | |
2 | Dharani dhananana dhruji, choki vyrth thai gai, |
Kabar khuli thai gai, shilaa pan khasi gai.... Bolo. | |
3 | Mrutyu, dankh kyaa taaro? Mrutyu, kyaa vijay taaro? |
Mrutyu par vijay kero, sandesho, masih maaro.... Bolo. | |
4 | Timir taadi paaponaa, aajvaadaa relaayaa, |
Bandhan sahu paaponaa, utthaan maahe kapaay.... Bolo. |
Image
Media