439
૪૩૯ - લગ્ન પછી મંદિરમાં ગાવાનું
| ૧ | થયો આજ આ ઉરમાં હર્ષ ભારી, નિહાળી સભા આ ભલી સુખકારી; |
| રૂડી જોડ આ જોડતાં જોઈ આજે, દીસે એકબીજા તણાં સુખ કાજે. | |
| ૨ | અતિ ઓપતાં આ દીસે છે સજોડે, નહિ કાળ કે ક્રોધ આ જોડ તોડે; |
| સદા સ્નેહથી એ વસે નિજ ધામે, વળે છે ખરા સંપથી શુભ કામે. | |
| ૩ | રૂડી જોડ જોડી થયાં ખુશકારી, પ્રભુ, જોડજો એહ જાતે પઘારી; |
| સદા સુખિયારી બને એહ જોડી, અમો માગીએ સર્વ એ હાથ જોડી. |