|
ચોપાઈ
|
કર્તા:
|
એમ. ઝેડ. ઠાકોર
|
૧
|
છે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ, વાચન કાજે પ્રિય અત્યંત;
|
|
જો નિત્ય ભાવ થકી વંચાય, તો સર્વ કાર્યો સાર્થક થાય.
|
૨
|
રત્ન જેવાં બહુ કિંમતવાન સઘળાં તેનાં વચનો જાણ;
|
|
નિત્ય ચહીને તું ધર હાથ, જીવન સુખદ થાશે ભ્રાત.
|
૩
|
મારગ કાજ મશાલ સમાન પાય ચલાવાા દીપક જાણ;
|
|
તિમિરમાંય બતાવી નૂર, જોખમ ને ભય રાખે દૂર.
|
૪
|
આરસીમાં જોતાંની સાથ સામું બિંબ પડે સાક્ષાત;
|
|
એમ જ શાસ્ત્ર અરીસામાંય આખું જીવન ચિત્ર જણાય.
|
૫
|
છે સતશાસ્ત્ર સદા અણમોલ, ગ્રંથ નથી કો તેને તોલ;
|
|
કારણ, એ શુભ ગ્રંથ જ માંય, ઉત્તમ તારણ માર્ગ જણાય.
|
૬
|
છે સતશાસ્ત્ર અમોલખ ગ્રંથ, તે દર્શાવે જીવન અનંત;
|
|
જો તે જીવન લેવા ચહાય, તો શુભ રીતે વાંચ સદાય.
|