436
૪૩૬ - લગ્નનું ગીત
| ભીમપલાસ | |
| ("આવ, હે દાતા, સૌ આશિષના" એ રાગે પણ ગાઈ શકાય.) | |
| કર્તા : એમ. ઝેડ. ઠાકોર | |
| ૧ | આવ, કૃપાળુ ઈશ્વર ત્રાતા, અમો પર તું કૃપા કર, |
| હે સકળ શુભાશિષ દાતા, આત્માઓમાં આશિષ ભર, | |
| તેં સહુ માનવજાતને હિતાર્થ લગ્નનેમ કીધો સ્થાપિત, | |
| અમે એમાં જાણી શુભાર્થ તુજને સ્તવીએ ઘટિત. | |
| ૨ | તેથી, હે દયાળુ તારનાર, સુણ અમારી નમ્ર પ્રાર્થ, |
| હમણાં જે શુભ લગ્ન થનાર તે પર દેજે આશીર્વાદ; | |
| આ વર ને કન્યા પરસ્પર આવ્યાં કરવા હસ્તમિલાપ, | |
| માટે કૃપાથી થા હાજર ને તેઓને આશિષ આપ. | |
| ૩ | ખ્રિસ્ત, તેં કાના ગામે જઈને લગ્ન દીપાવ્યું અપાર, |
| એ જ રીતે હ્યાં હાજર થઈને આ શોભાને તું વધાર, | |
| અમારાં આદિ માતપિતા જોડાયાં શુભ લગ્નમાંય, | |
| તેમ આ સ્ત્રી ને પુરુષ આજે ગાઢ પ્રીતિ થકી જોડાય. | |
| ૪ | તારી ભક્તિ કરવા હર્ષભેર રિદ્ધિ, સિદ્ધિ દે સદાય, |
| તેમને જીવન ગાળવા સુપેર, હે શુદ્ધાત્મા, દેજે સહાય, | |
|
એમને ઘેર તું રોજ પધારી થાજે તેમનો સર્વાધાર, | |
| એ જ છે આજની પ્રાર્થ અમારી તે સુણી કર અંગીકાર. |
Phonetic English
| Bhimplaas | |
| ("Aav, he daata, sau ashish" ae rage pan gaai shakaay.) | |
| Karta : M. Z. Thakor. | |
| 1 | Aav, krupadu ishwar trata, Amo par tum krupa kar, |
| He sakad shubhashish daata, Atmaoma ashish bhar. | |
| Te sahu manawajatano hitarth lagnanema keedho sthapit, |
તેં સહુ માનવજાતને હિતાર્થ લગ્નનેમ કીધો સ્થાપિત,
અમે એમાં જાણી શુભાર્થ તુજને સ્તવીએ ઘટિત.
૨ તેથી, હે દયાળુ તારનાર, સુણ અમારી નમ્ર પ્રાર્થ, હમણાં જે શુભ લગ્ન થનાર તે પર દેજે આશીર્વાદ; આ વર ને કન્યા પરસ્પર આવ્યાં કરવા હસ્તમિલાપ, માટે કૃપાથી થા હાજર ને તેઓને આશિષ આપ.
૩ ખ્રિસ્ત, તેં કાના ગામે જઈને લગ્ન દીપાવ્યું અપાર, એ જ રીતે હ્યાં હાજર થઈને આ શોભાને તું વધાર, અમારાં આદિ માતપિતા જોડાયાં શુભ લગ્નમાંય, તેમ આ સ્ત્રી ને પુરુષ આજે ગાઢ પ્રીતિ થકી જોડાય.
૪ તારી ભક્તિ કરવા હર્ષભેર રિદ્ધિ, સિદ્ધિ દે સદાય, તેમને જીવન ગાળવા સુપેર, હે શુદ્ધાત્મા, દેજે સહાય, એમને ઘેર તું રોજ પધારી થાજે તેમનો સર્વાધાર, એ જ છે આજની પ્રાર્થ અમારી તે સુણી કર અંગીકાર