368

From Bhajan Sangrah
Revision as of 19:04, 3 August 2013 by 117.203.84.110 (talk) (Created page with "== ૩૬૮ - આનંદ == {| |+૩૬૮ - આનંદ |- |૧ |જે પ્રભુનો છે શુદ્ધ સમાજ તે તમ હર્ષ ગાઓ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૬૮ - આનંદ

૩૬૮ - આનંદ
જે પ્રભુનો છે શુદ્ધ સમાજ તે તમ હર્ષ ગાઓ આજ;
કરમાં વાજું, મુજમાં છંદા રાખી જાણો પરમાનંદ.
થયો તમારો પૂર્ણોદ્વાર, રિપુનો પૂર્ણ થયો સંહાર;
જગત વિષેનો જે કંકાશ હવે થયો છે તેનો નાશ.
નહિ જાણો કે થાય વિલંભ, અહીથી સુખનો છે આરંભ;
કામ કરો તમ પ્રભુને નામ, આનંદે સાધો સહુ કામ.
થોડા દિનમાં થાય વિકાર, મરણ તણા એ નદને પાર;
તહીં તો ઝાંખું કઈ ન જણાય, પડદા સંધા દૂર કરાય.
સર્વ અપૂરું બળ ને જ્ઞાન, સર્વ અધૂરાં મત ને શાણ;
ફીકો ભાવ, અબળ વિશ્વાસ, બીક થકી જે કાચી આશ-
એવું કંઈ પણ તહીં ન જણાય, કાં કે તહીં સૌ પૂર્ણ કરાય,
એવાંનો ત્યાં નહિ આધાર, એ સંધાં ત્યાં લોપ થનાર.