333
૩૩૩ - પ્રભુ માટે સ્વાર્પણ
| ૧ | હે પ્રભુ, તું મજ જીવન લે, સમર્પિત કરું છું, |
| જીવનના મજ દિન મહીં તુજ સેવ કરું હું; | |
| વાપર મારા હાથ, પ્રભુ, સર્વદા તુજ કામે, | |
| ને મજ પાય સંદેશ લઈ પળશે સહુ ઠામે. | |
| ૨ | ભૂપ તણાં ગાવા સ્ત્વનો મજને સ્વર દેજે, |
| ને વદવા વચનો તારાં મજને બળ દેજે; | |
| લે, મજ સોનું ને રુપું, અર્પું મન ભાવે, | |
| દામ વડે, મજ જ્ઞાન વડે, મહિમા તુજ થાએ. | |
| ૩ | લે, મજ ઈચ્છા વાપર તું તુજ કાર્ય જ સારુ, |
| લે, મજ હ્રદય ને કર ત્યાં રાજ્યાસન તારું; | |
| લે મજ પ્રેમ, પ્રભુ, તુજને અર્પિત કરું છું, | |
| ને મજને પણ વાપરજે, તુજ સેવક હું છું. |