323
૩૨૩ - અથાગ દયા
| ૧ | ઊંડી દયા ! શું મુજ પર ? મુજ સમ મુખ્ય પાપી પર ? |
| પ્રભુનો શું ભારે કોપ મારા પરથી થાય અલોપ ? | |
| ૨ | મેં તોડયા પ્રભુના નેમ, ગણકાર્યો નહિ તેનો પ્રેમ; |
| સુણ્યો નહિ તેનો પોકાર, દુભાવ્યો હજાનો વાર. | |
| ૩ | હાલ પસ્તાવિક દે તું મન, પાપ માટે કરું રુદન; |
| આડાઈ કેરો ત્યાગ કરું, ઈસુ પર વિશ્વાસ ધરું. | |
| ૪ | તારનાર ઊભો છે મુજ માટ, ઘાવાળા પ્રસારે હાથ; |
| ખાતરી થઈ પ્રભુ છે પ્રીતિ, ઈસુ રડે, ચાહે નિત. | |
| ૫ | મારા તારનાર, તારું ઉર દયા વડે ચે ભરપૂર; |
| સાંભળ પ્રાર્થ, કર અંગીકાર, ને પાપો ભૂંસ બેસુમાર. |