313
૩૧૩ - પ્રભુ, મારી સહાય કરો
| ટેક: | મનમાં દીપ જલાવો, પ્રભુજી મારા ! |
| ૧ | ઘોર સંધારું પથ નવ સૂઝે, સતનગરીને પામું કેમે? |
| હાથ ગ્રહી લો, હે મુજ સ્વામી, પ્રેમનો પંથ બતાવો..... પ્રબુજી. | |
| ૨ | વાસ કરો માર જીવનમાં, વસી જાઓ મારાં નયનોમાં, |
| થંભે તારણ મારું કર્યું છે, મારા દિલમાં આવો.. પ્રભુજી. | |
| ૩ | પ્રાણ દીધો છે પાપીને માટે, થંભે જડાયા મારે સાટે, |
| ધાર વહી જે થંભે તમારા, તેમાં મને ન'વડાવો..... પ્રભુજી. |