|
હરિગીત
|
કર્તા :
|
મહીજીભાઈ હીરાલાલ
|
૧
|
ત્રાતા, જુઓ, જીવતો થયો! આજે પવિત્ર પ્રભાતમાં,
|
|
તે ડંખ કાપી મૃત્યુનો પામ્યો વિજય સહુ વાતમાં;
|
|
જગ ઊંઘતું પણ ખ્રિસ્ત ઊઠયો, ભોરમાં તજી ઘોરને;
|
|
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય તને.
|
૨
|
વાડી મહીં, ચોકી તળે, મુદ્રિત કબરે દાટિયો,
|
|
જાણે કદી ઊઠશે નહિ, વિશાળ પથ્થર ઢાંકિયો;
|
|
પણ સૂર્ય શું ખાળ્યો ખળે, ઊઠયો ઈસુ ! દર્શન મધુ !
|
|
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય બધું.
|
૩
|
લેખો પ્રમાણે પાપ સારુ થંભ પર પોતે મર્યો,
|
|
લેખો પ્રમાણે ઊઠતાં તે વિશ્વનો ત્રાતા ઠર્યો;
|
|
"કોહવાણ તું જોશે નહિ," એ અગમ સત્ય જ સર્વદા:
|
|
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય સદા.
|
૪
|
ઉત્થાન પ્રભુનું સાંભળી ઘેલાં બધાં ભયથી ચળ્યાં,
|
|
પણ પ્રેમભીનાં નેણથી વા'લાં બધાં પ્રભુને મળ્યાં;
|
|
આપણ બધા શુભ હ્રદયથી સુમિલાપ પ્રભુનો પામીશું:
|
|
હાલેલૂયા ! હાલેલૂયા ! હાલેલૂયા ! જય જય ઈસુ.
|