107
૧૦૭ – ખ્રિસ્તનો વધસ્તંભ: જીવનનો આધાર
| ૧ | અરર ! કેર આ લોક શો કરે, અમર દેવને થાંભલે જડે; |
| અગમ શાસ્ત્રનો ભેદ ના કળ્યો, વગર જ્ઞાનથી થાંભલે જડયો. | |
| ૨ | વધસ્તંભપે વિશ્વનો ધણી લટકતો ખીલે વેદના ઘણી; |
| સખત માર, ઘા, તાપથી અરે, રુધિર ધાર જો અંગથી ઝરે. | |
| ૩ | હ્રદય ફાટતું લાગણી બળે, અકથ દુ:જ્ઞે પ્રેમ હ્યાં ભળે; |
| જગત પાપને દંડ એ ભરે, પતિત તારવા આપથી મરે. | |
| ૪ | અધમતા ટળે, પાપ સૌ બળે, અમર જિંદગી ખ્રિસ્તમાં મળે; |
| સમજ જો પડે દિવ્ય પ્રેમની, શરણ લૈ બચો ધન્ય આ ઘડી. |