91
૯૧ - પરમ ઊંચામાં હોસાના
| કર્તા : | જયવંતીબહેન જે. ચૌહાન | |
| ૧ | પરમ ઊંચામાં હોસાના, હોસાના, હોસાના, | |
| શાલે નગરીના ઓ રાજન, હોજો તમને હોસાના, | ||
| દાઊદ કેરા સુત, તમને હોજો જય જય હોસાના, | ||
| આજ હરખથી સહુ પોકારે, | ||
| જયનાં સ્તોત્રો સૌ લલકારે, | ||
| જય જય હોસાના (૩)...હોસાના.... | ||
| ૨ | રાજાધિરાજાના રાજા, હોસાના, હોસાના, | |
| અવનિ આકાશે સ્વાગત હો, હોસાના, હોસાના, | ||
| મનમંદિરીએ આજ પધારો, હોજો જય જય હોસાના, | ||
| આજ હૈયાં હર્ષે હેલે, | ||
| રાજન આવે મનના મહેલે, | ||
| જય જય હોસાના (૩)...હોસાના.... |