65
૬૫ - ખ્રિસ્તના જન્મને લીધે આનંદ
| ૬,૬,૭,૯,૭,૮,૫,૫ સ્વરો | ||
| "Good Christian men, rejoice" | ||
| Tune : | In Dulci Jubilo | |
| કર્તા : | જોન એમ. નીલ, ૧૮૧૮-૬૬ | |
| અનુ. : | જે. એમ. સ્ટીવસ્સન. | |
| ૧ | હે શુભ ખ્રિસ્તી જનો, | આજ હર્ષ કરો ઘણો; |
| સારી વાત સાંભળો: | ||
| જય ! જય ! | ઈસુ ખ્રિસ્ત અવતર્યો; | |
| માણજ્ઞા ત્રાણમાં, | સૂતેલો છે ગભાણમાં; | |
| ખ્રિસ્ત અવતર્યો, | ખ્રિસ્ત અવતર્યો. | |
| ૨ | હે શુભ ખ્રિસ્તી જનો, | આજ હર્ષ કરો ઘણો; |
| સુખ અનંત મેળવો, | ||
| જય ! જય ! | માટે ખ્રિસ્ત અવતર્યો; | |
| સર્વને બચાવી લે, | ને સ્વર્ગમાં તે બોલાવી લે; | |
| માટે અવતર્યો, | માટે અવતર્યો. | |
| ૩ | હે શુભ ખ્રિસ્તી જનો, | આજ હર્ષ કરો ઘણો; |
| બીક મોતની ટળી; | ||
| જય ! જય ! | શાંતિ પૃથ્વી પર મળી; | |
| ઈસુ પાપ ભાર સહે, | ઉઘાડે છે સ્વર્ગનું દ્વાર તે; | |
| ત્રાતા અવતર્યો, | ત્રાતા અવતર્યો. |