36
૩૬ - રાતની પ્રાર્થના
વિક્રાંત | |
કર્તા : | એમ. ઝેડ. ઠાકોર. |
૧ | હે પ્રભુજી, મુજ પ્રાર્થ સુણો, 'મુજને તમ દોરો.' |
માર્ગ ઘણો ભયકારક છે 'મુજને તમ દોરો.' | |
આવે છે રજની ઘસની ધસતી, મુજ છે ઘર આઘે, | |
દિવ્ય મશાલ દયા જ થકી, ધરજો મુજ માર્ગે. | |
૨ |
ચોગમ નીરકતાં વન તો બહુ વિકટ ભાસો, |
ઓથ નથી, સહવાસ નથી, પ્રભુ, રહો મુજ પાસે; | |
છે મુજ પાય શ્રમિત ઘણા બળહીન જણાએ, | |
વાદળ ઘોર છવાય નભે અકળામણ થાએ. | |
૩ માટે, પ્રેમળ પાંખ તળે મુજને તમ ઢાંકો, | |
જોખમ જીવતણાં સઘળાં મુજથી દૂર રાકો; | |
મોહ અને ગર્વથી મનડું હરખ્યું સહુ વાતે, | |
તોપણ એ સર્વ માફ કરી, પ્રભુ, રહો મુજ સાથે. | |
૪ નિશા અંધારી, પણ તે તમને નવ ઢાંકે, | |
ભોર થતાં લગ નીરખજો કરુણામય આંખે; | |
ત્યારે, હું કરમાં પ્રભુના ઊંઘીશ નિરાંતે, | |
ને સ્તવનો ગાતાં હર્ષથી જાગીશ પ્રભાતે. |