24
૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ
| ૧ આવો, આપણે સહુ ગાઈએ, ઈશ્વર સ્તુતિનાં ગાન, |
| રે, ભાવે ભેળાં થાઈએ, ને તેને દઈએ માન. |
| ૨ તેની સમીપ સહુ નમીએ, આભાર ને સ્તુતિ સાથ, |
| બહુ માનથી તેને ભજીએ, તે છે પવિત્ર નાથ. |
| ૩ ઈશ્વર છે મહા ગૌરવવાન, સહુ ભૂપ તણો તે ભૂપ, |
| સહુ દેવોથી તે શક્તિમાન, તેના ગુણ છે અનુપ. |
| ૪ તેના હાથમાં જગનાં ઊંડાણ, તેનો તે છે સૃજનાર, |
| ગિરિ-શિખરો તેનાં જાણ, જગનો તે પાલનહાર. |
| ૫ મા'સાગર તેણે બનાવ્યા, ને તેમને આપી હદ, |
| કોરી ભોંય પર જન વસાવ્યાં, તેનો પ્રેમ છે બેહદ. |
| ૬ આવો, શીશ નામી ભજીએ, ઈશ્વરકર્તાની પાસ, |
| તેના ચારાના લોક છીએ, ને તેનાં ઘેટાં ખાસ. |