SA469
| પુનરૂત્થાનની પ્રભાતમાં સલામ ઇસ્ટરની; દુનિયા પાપથી પલટાય એવી પ્રીત ઇસુની. | |
| ૧ | દુઃખો સૌનાં ટાળવા, શાંતિ કંઈ પમાડવા; સેવા કીધી અપરંપાર, એવી પ્રીત ઇસુની. |
| ૨ | મન અંધારું કાઢવા, જીવન જ્યોત જલાવવા; અજબ જીવન જીવી જાય, એવી પ્રીત ઇસુની. |
| ૩ | પાપવૃત્તિ પલટાવવા, જીવન જળ પીવડાવવા, અજબ જીવન આપી જાય, એવી પ્રીત ઇસુની. |
| ૪ | મૃત્યુને સંહારવા ને દિગ્વિજય કરાવવા, પુનરૂત્થાન પામી જાય, એવી પ્રીત ઇસુની. |
| ૫ | ઉરે આનંદ માય ના, ને દુઃખ ધ્વની સંભળાય ના, જ્યજયકાર વર્તી જાય, એવી પ્રીત ઇસુની. |