SA433
| ૧ | દેવે આપ્યો દીકરો તે છે દેવ અવતાર, માતા મરિયમ ઝુલાવતાં પાઢોને મુજ બાળ. |
| ૨ | ગગન મંડળમાં મેદની મધુરાં ગાયન ગાય; તારો ઊગ્યો પૂર્વમાં અચરત સૌને થાય. |
| ૩ | દર્શન કરવા દેવનું માગી લોકો જાય, તન, મન, ધન, અર્પણ કરી પ્રીતે લાગ્યા પાય. |
| ૪ | ધન ધન ઇસુ બાળને, ધન છે ઇસુ રાય, પાપી જગને તારવા લીધો મનુષ્ય અવતાર. |
| ૫ | અવિનાશી તું અવતર્યો સકળ ભુમિનો ભુપ, સાચા મનથી સેવીએ મળે અનુપમ સુખ. |