297: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Created page with "== ૨૯૭ - પ્રભુ ઈસુના પ્રેમથી કોણ જુદાં પાડશે? == {| |+૨૯૭ - પ્રભુ ઈસુના પ્ર..."
(No difference)

Revision as of 12:40, 8 August 2013

૨૯૭ - પ્રભુ ઈસુના પ્રેમથી કોણ જુદાં પાડશે?

૨૯૭ - પ્રભુ ઈસુના પ્રેમથી કોણ જુદાં પાડશે?
ચોપાઈ છંદ
(રૂમી. ૮: ૩૫-૩૯)
કર્તા: જે. વી. એસ. ટેલર
કોણ ચઢે મુજ શત્રુ થઈને? કોણ કરે બળ એવું જી,
કે ત્રાતાના પ્રેમ તણું ફળા હરતાં મુજથી લે'વું જી.
ફલેશ થશે જો સંકટ સાથે , દુ:ખ થશે બહુ ભારે જી.
લોક સતાવે ક્રૂર થઈને, ખડ્ગ ચલવી મારે જી.
જળથળમાં બહુ બીક હશે જો, ભૂખ્યો, નાગો હોઉં જી,
જીવનના દિન સંધામાં જો, વિધવિધ પીડા જોઉં જી.
તોપણ તારક પ્રેમ થકી હું સહુને પાડી નાખું જી,
હા, જે જીતે તેના કરતાં ધીર સહુને પાડી નાખું જી.
જીવન જોકે મોત જણાશે, હામ તજી નહિ દોડું જી,
મનમાં એ દઢ નિશ્વય છે કે તારકને નહિ છોડું જી.
ન કશું એવું સંભવવાનું, જે મુજ ભાવ ઘટાડે જી,
ન કદી એવો વીર થવાનો, જે મુજ સતને પાડે જી.
દૂત થઈ સંદેશો લાવે, કે હોશે અધિકારી જી,
હોય પરાક્રમ કો કરનારો; કે મોટો જશધારી જી.
જો કો વાત ભવિષ્ય હશે કે સાંપ્રતકાળ પ્રસારે જી,
જો ઊંચાણ અપાર હશે કે જો ઊંડાઈ ભારે જી.
કે કો બીજું મળશે વાનું સૃષ્ટિ વિષે જે હોશે જી,
તે ભાગે વિશ્વાસ ન ડોલે, સ્વર્ગી તાજ ન ખોશે જી.
૧૦ ઈશ્વર પ્રેમ થકી તો મુજને કોઈ ન જુદો પાડે જી,
ઈશ્વર પ્રેમ જે તારકમાં છે તેથી દૂર ન કાઢે જી.