296: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૨૯૬ - ખ્રિસ્તનો દિલાસો == {| |+૨૯૬ - ખ્રિસ્તનો દિલાસો |- | |તોટા |- | |(યોહાન ૧..." |
(No difference)
|
Revision as of 12:38, 8 August 2013
૨૯૬ - ખ્રિસ્તનો દિલાસો
| તોટા | |
| (યોહાન ૧૪ને આધારે) | |
| કર્તા: એમ. વી. મેકવાન. | |
| ૧ " | મમ શિષ્ય થશોનહિ વ્યાકુળ રે, તમ ઉર ઉદાસીનતા ન ઘરે !" |
| જગમાં બહુ સંકટ થાય કદા, પણ હું રહું છું, તમ સાથ સદા. | |
| ર | રજ બીક ધરો નહિ સંત તમે, ધરજો બહુ ધીરજ સર્વ સમે; |
| ઈતબાર પ્રભુ પર જેમ કરો, મુજ ઉપર એમ ઈમાન ધરો. | |
| ૩ | જઉં છું તમથી જ વિદાય લઈ, દિલગીર થશો ઉરમાં ન કંઈ, |
| મુજ બાપ તણા ઘરમાં વસવા, જઉં છું તમ કાજ જગા કરવા. | |
| ૪ | પણ આવીશ હું તમ પાસ ફરી, તમ કાજ જગા નક્કી સિદ્ધ કરી, |
| મુજ પાસ લઈશ પછી તમને, સુખવાસ મહીં વસવા હું કને. | |
| ૫ | સત હું, વળી જીવન, મારગ છું, સ્વર માંહી જવા જગતારક છું; |
| જ્યમ હું રહું છું જ જીવંત સદા, જીવશે ત્યમ, જે મુજ શિષ્ય બધા. |