290: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૨૯૦ - કેવો સ્થિર પાયો == {| |+૨૯૦ - કેવો સ્થિર પાયો |- | |૧૧ સ્વરો |- | |"How firm a foundati..." |
(No difference)
|
Revision as of 12:16, 8 August 2013
૨૯૦ - કેવો સ્થિર પાયો
| ૧૧ સ્વરો | |
| "How firm a foundation" | |
| Tune: Portugese Hymn | |
| કર્તા: જ્યોર્જ કીથ, ૧૭૮૭ | |
| અનુ. : વી. કે. માસ્ટર | |
| ૧ | રે કેવો સ્થિર પાયો, હે પ્રભુના સંત, |
| સતશાસ્ત્રમાં નાખ્યો છે તમ વિશ્વાસ માટ; | |
| તેના કરતાં વિશેષ તેમને તે શું કહે | |
| જેઓ ગયાં આશ્રમ માટ ઈસુ પાસે? (૨) | |
| ૨ | બી મા, તુજ સાથ હું છું, નાહિંમત ના થઈશ, |
| હું છું તુજ ઈશ્વર ને હજી મદદ દઈશ; | |
| હું તને સા'ય દઈ દઢ કરી નિભાવીશ, | |
| મુજ બળવાન, દયાળ હાથે ધરી રાખીશ (૨) | |
| ૩ | તને ઊંડાં નીરમાં ચલાવીશ જ્યારે, |
| દુ:ખના પ્રવાહમાં તું ન ડૂબીશ ત્યારે; | |
| કેમ કે તુજ સાથ રહી દુ:ખને સુખરૂપ કરીશ, | |
| વિદારી સૌ સંકટ તુજને આશિષ દઈશ. (૨) | |
| ૪ | તું ચાલીશ અગ્નિરૂપી માર્ગ પર જ્યારે |
| મુજ સંપૂર્ણ કૃપા તુજ કાજ છે ત્યારે; | |
| જવાળા દુ:ખ નહિ કરે; એ મુજ છે ઈચ્છિત | |
| કે તુજ દિલ થાય ચોખ્ખું ને કીમતી ખચીત. (૨) | |
| ૫ | વિરામ કાજ ઈસુ પર જે વિશ્વાસ રાખનાર |
| તેને શત્રસ્વાધીન હું નહિ જ કરનાર; | |
| શેતાન જેને ડગાવવા કરે કોશિશ | |
| હું કદી નહિ, કદી નહિ, ના, નહિ તજીશ. (૨) |