288: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Created page with "== ૨૮૮ - માત્ર ઈસુ પર જ ભરોસો == {| |+૨૮૮ - માત્ર ઈસુ પર જ ભરોસો |- | |૮, ૭ સ્વરો |-..."
(No difference)

Revision as of 12:04, 8 August 2013

૨૮૮ - માત્ર ઈસુ પર જ ભરોસો

૨૮૮ - માત્ર ઈસુ પર જ ભરોસો
૮, ૭ સ્વરો
"Tis so sweet to trust in Jesus"
Tune: C. N. 647
કર્તા: લુઈઝા એમ. આર. સ્ટેડ
અનુ. : જી. ડબલ્યુ. પાર્ક
માત્ર ઈસુ પર ભરોસો ! કેવી સુંદર છે આ વાત !
કેવી ધીરહ જ્યારે શીખું, તેનું વચન જે શાશ્વાર.
ટેક: ઈસુ, ઈસુ, વહાલા ઈસુ, રાખું છું તુજ પર આધાર,
ઈસુ, ઈસુ, વહાલા ઈસુ, મારા વિશ્વાસને વધાર.
માત્ર ઈસુ પર ભરોસો, તેના રક્તથી છે મુજ ત્રાણ;
માત્ર ઈમાન થકી બચે રક્તના ઝરણથી મુજ પ્રાણ.
માત્ર ઈસુ પર ભરોસો, અભિમાન, તમામ બદકામ
છોડું છું, તેનાથી પામું જીવન, આનંદ ને આરામ.
હરખું વિશ્વાસ રાખતાં તુજ પર, તારક, મિત્ર વ્હાલા બહુ,
તું છે સદા સાથે તારનાર, અંત લગી ન તજનાર તું.