276: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૨૭૬ - ઈસુનો અવાજ == {| |+૨૭૬ - ઈસુનો અવાજ |- | |કર્તા: ધીરહલાલ. એચ ગુર્જર |- | |- ..." |
(No difference)
|
Revision as of 11:30, 8 August 2013
૨૭૬ - ઈસુનો અવાજ
| કર્તા: ધીરહલાલ. એચ ગુર્જર | |
| ટેક: | ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આજ, |
| સુણો કરતો મધુર રણકાર, ઠોકી રહ્યો છે કોઈનું હ્રદય દ્વાર. | |
| ૧ | છે કોઈ હૈયું બેચેન બનેલું, જગ ચિંતાના ભારે ભરેલું, |
| ખૂલશે શું પ્રભુ ઈસુને માટ, સ્વર્ગની ત્યાં થશે શરૂઆત. | |
| ૨ | છે કોઈ આંખો આંસુ ભરેલી, વ્હાલાંથી તરછોડાયેલી, |
| પ્રભુ ઈસુના વીંધાયેલ હાથ એકેક આંસુને લૂછશે આંજ. | |
| ૩ | છે કોઈ હૈયું ગમગીન બનેલું, દુશ્મન ઘાથી વીંઘાયેલું, |
| ઘા રૂઝવવા હ્રદયના તમામ, પ્રભુ ઈસુ આપે સ્વર્ગીય બામ. | |
| ૪ | કોણ તરછોડે આ પ્રેમી અવાજ ? કોણ તરછોડે વીઘાયેલ હાથે? |
| ના, ના, એમ નહિ કરો કોઈ, છેલ્લો ટકોરો કદાચ આ હોય. |