267: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૨૬૭ - આમંત્રણ == {| |+૨૬૭ - આમંત્રણ |- |ટેક: |આવો જગના લોક સઘળા, ઈસુ રાજા બો...")
(No difference)

Revision as of 23:38, 8 August 2013

૨૬૭ - આમંત્રણ

૨૬૭ - આમંત્રણ
ટેક: આવો જગના લોક સઘળા, ઈસુ રાજા બોલાવે છે.
જેનું જગમાં માન નહિ કાંઈ, જેનું જગમાં સ્થાન નહિ કાંઈ,
તેને નામે રાજ્ય લેવા - ઈસુ રાજા બોલાવે છે.
શિરે કંટક તાજ નિશાની, છાપ હજી છે કૂખ વીંધ્યાની;
વીંધાયેલા હાથ પ્રસારી - ઈસુ રાજા બોલાવે છે.
આવો, ભાઈ આવો, બહેની, આવી કરને પારખ તેની;
તારા સઘળા ભાર ઊંચકવા - ઈસુ રાજા બોલાવે છે.