264: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૨૬૪ - સુવાર્તા પ્રચારાર્યે == {| |+૨૬૪ - સુવાર્તા પ્રચારાર્યે |- | |મહીદી..." |
(No difference)
|
Revision as of 10:19, 8 August 2013
૨૬૪ - સુવાર્તા પ્રચારાર્યે
| મહીદીપની ઢબ | |
| કર્તા: આર. પી. ક્રિસ્ટી | |
| ૧ | વિભુ, અમો સિધાવીએ સુવાર્તા પ્રસારવા, |
| ધો પ્રકાશ આપનો , ઉમંદને વધારવા. વિભુ. | |
| ૨ | રોગ, દુ:ખ ટાળવા, સંતાપને સંહરવા, |
| ખ્રિસ્ત કેરું મિષ્ટ નામ લોકમાં પ્રચારવા. વિભુ. | |
| ૩ | ત્રાણદાન આપવા ને પાપ, શાપ કાપવા, |
| ઈસુ કેરી દિવ્ય શાંતિ ઘેર ઘેર સ્થાપવા. વિભુ. | |
| ૪ | વ્હેમ જાતજાતના ને ભૂત ભાતભાતના, |
| તેમને નસાડવાને દો તમારો આત્મા. વિભુ. | |
| ૫ | તિમિર કેરા રાજ્યમાં રોશની ફેલાવવા, |
| સત્ય કેરા ધર્મ વિષે વૃત્તિઓ વિકસાવવા. વિભુ. | |
| ૬ | ખ્રિસ્ત શ્રેષ્ટ નામ છે વ્યોમ ને આ ભોમમાં, |
| એ જ વાત ભાખશું નિત્ય પૂર્ણ જોમમાં. વિભુ. |