500: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૦૦ - અંગોનો ખરો ઉપયોગ == {| |+૫૦૦ - અંગોનો ખરો ઉપયોગ |- |૧ |નાના હાથો શું ...")
(No difference)

Revision as of 02:50, 6 August 2013

૫૦૦ - અંગોનો ખરો ઉપયોગ

૫૦૦ - અંગોનો ખરો ઉપયોગ
નાના હાથો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
દીનોને દઈ શકે સહાય, હાથોથી એવી સેવા થાય,
પ્રભુ, એ કૃપા આપ.
નાના હોઠો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
સ્તુતિ ને પ્રાર્થના થઈ શકે, માયાળુ વાતો કહી શકે,
પ્રભુ, એ કૃપા આપ.
નાના હોઠો શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
તે વાંચે વાતો દેવતણી ને તાકે સ્વર્ગની ભણી,
પ્રભુ, એ કૃપા આપ.
નાનું હૈયું શું કરે રીઝવવા સ્વર્ગી બાપ ?
પ્રભુ, તું આત્મા આપ અમને, કે ચાહીએ પિતા, તુજને,
પ્રભુ, એ કૃપા આપ.