493: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૪૯૩ - સ્વાર્પણનું ગીત == {| |+૪૯૩ - સ્વાર્પણનું ગીત |- | |૭ સ્વરો |- | |"Jesus, take this h...")
(No difference)

Revision as of 02:38, 6 August 2013

૪૯૩ - સ્વાર્પણનું ગીત

૪૯૩ - સ્વાર્પણનું ગીત
૭ સ્વરો
"Jesus, take this heart of mine"
Tune: Mozart or Consecration.
અનુ. : ડી. પી. મકવાણા
ઈસુ, મારું દિલડું લે, શુદ્ધ ને તારું જ થવા દે;
મારે માટે મૂઓ તું, તારે જ માટે જીવીશ હું.
ઈસુ સ્વર્ગી સુખ મૂકી, આવ્યો જગતમાં ઊતરી;
પાપથી છૂટો કરવાને મૂઓ થંભ પર મુજ માટે.
કાંટાઓથી વીંધાયેલું જોઉં છું તેનું માથું;
થંભ પર દુ:ખો ખમે છે અહા ! મુજ પર શો પ્રેમ છે !
મારું બહુ કઠણ હૈયું ઈસુ તરફ ખેંચાયું;
કાલવરી પર ઊંચકાયો ને તે ત્યાં મરણ પામ્યો.
મારું બહુ કઠણ હૈયું લઈને તેને કર પોચું;
મારે માટે મૂઓ તું, તારે જ માટે જીવીશ હું.