489: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૮૯ - ઈસુ ઘેટાંપાળક == {| |+૪૮૯ - ઈસુ ઘેટાંપાળક |- |૧ |ઈસુ ઘેટાંપાળક, લૂછે ..." |
(No difference)
|
Revision as of 13:31, 5 August 2013
૪૮૯ - ઈસુ ઘેટાંપાળક
| ૧ | ઈસુ ઘેટાંપાળક, લૂછે અશ્રુપાત; |
| ઉરે અમને રાખે, બીએ શાને માટ ! | |
| જઈએ પૂઠે તેની, જ્યાં તે દોરી જાય; | |
| ઉજ્જડ રાનમાં થઈ યા લીલા બીડ માંય. | |
| ૨ | ઈસુ ઘેટાંપાળક, વાણી છે મધુર; |
| વાણી નમ્ર તેની, સુખી કરે ઉર. | |
| ધકકાવે તે જ્યારે, વાણીમાં મીઠાશ; | |
| દોરી જશે પોતે, અમો તેના ખાસ | |
| ૩ | ઈસુ ઘેટાંપાળક, મૂઓ ઘેટાં માટ; |
| ઘેટાં પરે પાડી લોહી કેરી છાંટ. | |
| એથી તેણે કીધું મોટું આ નિશાન; | |
| "તેઓ છે સહુ મારાં" પામ્યાં આત્માદાન. | |
| ૪ | ઈસુ ઘેટાંપાળક, પંડે દોરી જાય; |
| વરુ કે બીજાથી હાનિ ન કંઈ થાય. | |
| મરણ કેરી ખીણે જો કે હોય કંઈ ભય, | |
| ભૂંડાથી ના બીશું, ઘોર પર થશે જય. |