475: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૭૫ - નવયુવાનની કસોટી == {| |+૪૭૫ - નવયુવાનની કસોટી |- | |( રાગ: અય નવ જવાન, વ..." |
(No difference)
|
Revision as of 13:10, 5 August 2013
૪૭૫ - નવયુવાનની કસોટી
| ( રાગ: અય નવ જવાન, વીરતાકી હૈ કસોટી આજ. ) | |
| કર્તા: રોબર્ટ પલ્ટનવાલા | |
| ૧ | ખ્રિસ્તી નવયુવાન, તારી આવી કસોટી આજ, |
| આ જગત મહીં ફેલાવવા ખ્રિસ્ત તણું રાજ. | |
| મુસીબતો સુમાર્ગપંથે વેઠવી પડે ઘણી, | |
| નિશ્વે મારગ એ જ છે આશા તારણ તણી, | |
| ત્યાગે સૌ ઈસુને કાજ તો મળે અવિનાશી તાજ. | |
| ૨ | ખ્રિસ્તી કહેતાં તું કદી શરમાતો ના જરા, |
| ધર્મ કાજ જો જાય જાન તો ડરતો ના કદા. | |
| સ્વર્ગનો વૈભવ છોડીને જે મૂઓ તારે કાજ, | |
| જગમાં રહીને શું કીધું તેં એવા ઈસુ માટ ? | |
| ૩ | કરે જો સ્વાર્પણ હોંસથી ઈશ નામે વિશ્વમાં, |
| મળશે તુજને અતિ ગણું ખચીત સ્વર્ગમાં. | |
| સુવાર્તા પ્રચાર કાજે પાછળ પડતો ના, | |
| ફરજ પ્રથમ માનીને આગળ વધતો જા. | |
| દસે દિશે ગજાવ નામ ઈસુ પ્રભુનું આજ. |